ટંકારાના લજાઈ ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો
અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ”માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટંકારાના લજાઈ ગામે જોગ આશ્રમ ખાતે ગર્ભ સંસ્કાર ભારતીય સંસ્કૃતિ મુજબ વિધિગત રીતે કરવામાં આવેલ.
તારીખ 11 એપ્રિલ 2025 ના રોજ લજાઈના જોગ આશ્રમ ખાતે કુલ 45 સગર્ભાનું ગર્ભ સંસ્કાર આર્યસમાજ સંસ્થા દ્વારા કરવામાં આવેલ તેમજ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હર્ષાબેન મોર દ્વારા ગર્ભ સંસ્કારથી થતા સગર્ભા માતા, બાળક, પરીવાર અને આવનારી પેઢીને થતાં ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. દાતાઓ દ્વારા સગર્ભા બહેનોને પોષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવેલ. ગર્ભ સંસ્કાર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, icds પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, બાળ વિકાસ યોજના અધિકારી તેજલ દેકાવડીયા, મુખ્ય સેવિકા રાજેશ્રીબેન ત્રિવેદી, લજાઈ તલાટી કમમંત્રી અને વહીવટદાર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગર્ભ સંસ્કાર કાર્યક્રમના દાતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.