ટંકારાના લજાઈ ગામે વૃદ્ધ સહિત ચાર વ્યકિતને એક શખ્સે પાવડા વડે મારમાર્યો
ટંકારા તાલુકાના લજાઈ ગામે શક્તિમાંતાના મંદિર પાસે વૃદ્ધ સાહેદ ડોક્ટર પ્રફુલભાઈ ના આઇ ખોડલકૃપા કલીનીકમા બેઠા હતા ત્યારે ક્લીનીકની સામે રહેતો એક શખ્સ આવી ડોક્ટરને કહેવા લાગેલ તું કેમ મારી પાછળ મોરબીમાં આંટા મારતો હતો તેમ કહી ઝગડો કરી આરોપીએ વૃદ્ધ, ડોક્ટર તથા બે સાહેદોને પાવડા વડે મારમારી ઇજા થઇ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અમ્રુતભાઈ વાલજીભાઈ કોટડીયા (ઉ.વ.૬૩) એ તેમના જ ગામના આરોપી નરેશભાઈ જયંતિભાઈ કોટડીયા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી, સાહેદ ડોકટર પ્રફુલભાઈ કાનજીભાઈ પરમારના આઇ ખોડલકૃપા ક્લીનીકમા બેઠા હતા ત્યારે ક્લીનીકની સામે રહેતા આરોપી નરેશભાઈ ક્લીનીકના પાછળના દરવાજાથી આવી ડોકટરને કહેવા લાગેલ કે, કેમ તુ મારી પાછળ મોરબીમા આટા મારતો હતો તેમ કહિ ડોકટર સાથે ઝગડો કરવા લાગતા ફરીયાદીએ ઝગડો કરવાની ના પાડતા આરોપી એકદમ ઉશેકરાઇ જઈ ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી ઘરેથી એક પાવડો લઈ આવી ફરીયાદીના દિકરા જયદિપને મુંઢ ઇજા કરી તથા ફરીયાદિના ભત્રીજા જીતેન્દ્રભાઈને હ મુંઢ ઇજા કરી તથા ક્લીનીક બહાર પડેલ- ડૉકટરની સ્વીફટ ગાડી રજી.નં- GJ-32-K-4895 વાળીનો પાછળનો કાંચો તોડી નુકશાન કરી ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.