ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સંયુક્ત ઉપક્રમે લજાઈ ગ્રામ પંચાયત ખાતે એક્સ રે તથા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું.
જેમાં મેડીકલ ઓફિસર MPHS,MPHW, CHO, FHW તેમજ આશા વર્કર બહેનોના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો જેમાં અંદાજે 100 લોકોના એક્સ રે કરવામાં આવેલ અને અન્ય લોકોનુ મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામજનો દ્વારા ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

