ટંકારાના નાના ખીજડીયા ગામે પોલીસ કેસ કરાવ્યા અંગે શક રાખી યુવકને પાંચ શખ્સોએ માર માર્યો
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે આરોપીના મામા ઉપર અગાઉ મોરબીમાં કેસ થયેલ હોય જે કેસ ફરીયાદીએ કરાવેલ છે તેવી શંકા રાખી યુવકને મહિલા સહિત પાંચ શખ્સોએ માર મારતાં યુવકે જાતે ફિનાઈલ પી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા ભરતભાઇ મનસુખભાઇ ગોહિલ (ઉ.વ.૨૪) એ આરોપી હિમેશ નરોતમભાઇ ચૈાહાણ, હિરેન પરસોતમભાઇ ચૈાહાણ, ગૈારવ આલજીભાઇ ચૈાહાણ, નરોતમભાઇ વાધજીભાઇ ચૈાહાણ તથા ગૈારીબેન નરોતમભાઇ ચૈાહાણ રહે. બધા ગામ નાના ખીજડીયાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હિમેશના મામા ઉપર અગાઉ મોરબીમાં કેસ થયેલ હોય જે કેસ ફરીયાદીએ કરાવેલ છે તેવી ફરીયાદ ઉપર શંકા રાખી આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારતા ફરીયાદીને મારી નાખશે તેવી બીકે ફરીયાદી પોતાની જાતે ફિનાઈલ પી જતા સારવાર અર્થે પહેલા ટંકારા સરકારી હોસ્પિટલ બાદમાં મોરબી ખાતે લાવતા ફરીયાદીએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.