ટંકારાના કલ્યાણપર ગામે ગતરાત્રે પોલીસે બાતમીના આધારે દોરડો પાડી જુગાર રમતા છ જુગારી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.પરમાર તથા સર્વેલન્સ સ્કવોર્ડને ગતરાત્રે પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ટંકારાના કલ્યાણપર ગામે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટાફે કલ્યાણપર ગામે રેડ કરી હતી હતો અને કલ્યાણપર ગામે મેઈન બજારમા સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમા જુગાર રમતા આરોપીઓ કીશોરભાઇ જેરાજભાઇ દેત્રોજા, ભરતભાઇ વાધજીભાઇ ઝાપડા, કેતનભાઇ જેરાજભાઇ ઢેઢી, સલીમભાઇ દાઉદભાઇ ભાણુ, દીલાવરભાઇ મુસાભાઇ ભાણુ, કાદરભાઇ હસનભાઇ મકવાણાને રોકડા રૂ 15170 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
