ટંકારાના જોધપર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
ટંકારા: ટંકારા તાલુકાના જોધપર ઝાલાના ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ટંકારા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને સંયુકતમા મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જોધપર ઝાલા ગામે આરોપી જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલા રહે. જોધપર ઝાલા ગામ તા. ટંકારા જી. મોરબી વાળાના રહેણાક મકાને રેઇડ કરતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી કુલ બોટલો નંગ-૮૨ કિ.રૂ. ૨૭૮૮૦/-નો મુદામાલ મળી આવેલ તેમજ આરોપી જયપાલસિંહ ઝાલા ઘરે હાજર નહી મળી આવતા આરોપી વિરૂધ્ધ પ્રોહિબીશીન ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.