ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા
ટંકારા: ટંકારા તાલુકાના જબલપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ શ્રાવણ માસ નજીક આવતા જુગારીઓ બજારમાં દેખાવા લાગ્યા છે ત્યારે ટંકારા તાલુકાના જબલપુર ગામે રામજી મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો મહેશભાઇ ઉર્ફે કાતીયો નરભેરામભાઇ કાનાણી ઉ.વ.૨૯ રહે. જબલપુર તા.ટંકારા, ગોરધનભાઇ ઠાકરશીભાઇ લો ઉ.વ.૬૦ રહે.જબલપુર તા.ટંકરા, અરજણભાઇ રામજીભાઇ કગથરા ઉ.વ.૫૮ રહે. જબલપુર તા.ટંકારા, હેમતભાઇ ડાયાભાઇ કુંડલીયા ઉ.વ.૪૫ રહે. જબલપુર તા.ટંકારા, હેમંતભાઇ કલ્યાણજીભાઇ ભાલોડીયા ઉ.વ.૫૪ રહે. ટંકારા ગાયત્રીનગર તા.ટંકારા, હીરાભાઇ ભગવાનજીભાઇ ભાલોડીયા ઉ.વ.૬૪ રહે. ટંકારા લક્ષ્મીનારાયણ મંદિર સામે તા.ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૬૨૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.