ટંકારાના હીરાપર નજીક ક્રેઈન સાથે અથડાતા બાઈક સવાર ઈજાગ્રસ્ત
ટંકારા: ટંકારા તાલુકાના હીરાપર ગામના પાટીયા નજીક તિરૂપતિ એન્ટરપ્રાઈઝ પહેલા રોડ પર ક્રેઈન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામે રહેતા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી (ઉ.વ.૬૦) એ આરોપી ક્રેઈન નં -જીજે-૧૨- સીએમ-૦૬૩૨ ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી ક્રેઇના નં.જી.જે ૧૨ સી.એમ ૦૬૩૨ જાહેર રોડ ઉપર આવતા જતા વાહનને અડચણ રૂપ મનુષ્યની જીદગી જોખમાય તેમ રાખી ફરીયાદી પોતના હવાલા વાળુ બુલેટ મો.સા. રજી.નં. GJ 36- Q- 3066 વાળુ ચલાવી નકળતા સામેથી લાઇટ આવતા ક્રેઇન ન દેખાતા તેની સાથે ભટકાઇ જતા અકસ્મત થતા ફરીયાદિને ડાબા પગે ઢીચણ નીચે તથા સાથળના ભાગે ઇજા પહોંચી હતી જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.