ટંકારાના હિરાપર નજીક કાર પલ્ટી મારી જતા પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત: બેના ઘટનાસ્થળે મોત
ટંકારા: દ્વારકા દર્શન કરી પરત ફરી રહેલા મોરબીના પરીવારને ટંકારા ધ્રોલ હાઈવે રોડ ઉપર હિરાપર ગામ નજીક રોડ ઉપર મોરબીના બારોટ પરીવારને અકસ્માત નડ્યો હતો અલ્ટો કાર પલ્ટી મારી જતા પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ મોરબી ધુંટુ રામકો વિલેજ ખાતે રહેતા બારોટજીનો પરીવાર દ્રારકા દર્શન કરી ધરે પરત ફરી રહ્યો હતો ત્યારે ટંકારા – ધ્રોલ હાઈવે રોડ ઉપર હિરાપર ગામના પાટીયા પાસે જીજે- 36- એફ-0720 નંબર ની અલ્ટો કાર સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા રોડ નિચે પલટી ખાઈ જતાં કારમાં સવાર 7 લોકો પૈકી ચાલક શક્તિ રાજેશભાઇ બારોટ ઉ.વ. 39, એમના પત્ની જલ્પાબેન ઉ. વ. 30, અને 3 પુત્રી આસ્થા ઉ. વ. 9, તુલસી ઉ.વ. 5, જીનલ ઉ.વ. 1 ને ઈજા થતા ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા જયારે કારમાં સવાર નિર્મળાબેન રાજેશભાઇ સોનરાજ ઉ. વ 65 અને ગૌરીબેન રામકુમાર રેણુકા ઉ. વ 70 નુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.