ટંકારાના હીરાપર ગામની સીમમાં કારખાનામાંથી મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ
ટંકારા તાલુકાના હિરાપર ગામની સીમમાં બી.ડી.સી. પોલીફેબ એલ.એલ.પી કારખાનાના ખુલ્લા મેદાનમાં સુતા હોય ત્યારે આધેડનો મોબાઈલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ ટંકારા તાલુકાના હિરાપર ગામની સીમમાં બી.ડી.સી. પોલીફેબ એલ.એલ.પી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજુરી કરતા શેરારામ બુધારામ ચૌહાણ (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી બી.ડી.સી. પોલીફેબ એલ.એલ.પી કારખાનાના ખુલ્લા મેદાનમાં સુતા હોય દરમ્યાન ફરીયાદિનો વીવો કંપનીનો Y-56 મોબાઇલ જેી કિંમત રૂપીયા ૧૦,૦૦૦/- વાળો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.