ટંકારાના હરીપરના યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર ગેંગના ચાર સભ્યો ઝડપાયાં
ટંકારા તાલુકાના હરીપર ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપી અપહરણ કરી મારમારી રૂપીયા-૫,૦૦ ,૦૦૦/- બળજબરીથી કઢાવી લેનાર ગેંગના ચાર આરોપીઓને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારાના હરીપર ગામના ફરીયાદીના મોબાઇલ ફોનમાં અગાઉ એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તે સ્ત્રી દેવુબેન ઉર્ફે પુજાબેનના સંપર્કમાં આવેલા અને તે પુજા સાથે પરીચય કેળવી પુજાને કારમાં મળવા ગયેલા ત્યારે છતર ગામ નજીક એક સ્વીફટ કારમાં સંજય પટેલ, હાર્દીક મકવાણા, રૂત્વીક રાઠોડ તેમજ બીજા મળી કુલ પાંચ ઇસમો આવી ફરીયાદીનું અપહરણ કરી, મારમારી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપીકુલ રૂપીયા- ૫,૦૦,૦૦૦/- હનીટ્રેપ કરી પડાવી લીધેલ હોવાની ફરીયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં આવી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ.
જે ગુનાની તપાસ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, આ ગુનામાં ઉપયોગ થયેલ સ્વીફટ કાર નં.GJ-36- AJ-9172 માં આરોપીઓ ટંકારા ઓવર બ્રિજના છેડે નવા બનતા શ્રીરામ પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી નીકળનાર છે. જે બાતમીના આધારે પોલીસ ટંકારા પોલીસ સ્ટાફની ટીમ વોચ તપાસમાં હતી. તે દરમ્યાન બાતમીવાળી સ્વીફટ કાર આવતા તેને રોકી કોર્ડન કરી ઈસમોને હનીટ્રેપ કરી પડાવેલ રૂપીયા-૫,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮,૨૫,૫૦૦/- સાથે સંજયભાઇ ભીખાભાઇ ડારા ઉ.વ. ૨૪ રહે. ખેવારીયા તા.જી.મોરબી, હાર્દીકભાઇ કીશોરભાઇ મકવાણા ઉ.વ. ૨૭ રહે. નાની વાવડી તા.જી.મોરબી, દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઇ જાદવ ઉ.વ. ૩૪ રહે. ટંકારા જી.મરોબી, રમેશભાઇ કાળુભાઇ જાદવ રહે. ટંકારાવાળાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.