ટંકારાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા આધેડ વયની મહિલાનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના હમીરપર ગામે દિનેશભાઇ લક્ષ્મણભાઈ રતનપરાની વાડીએ કપાસમાં નાંખવાની દવા પી જતા આધેડ વયની મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોહલીબેન મોનસીંગભાઈ ચંગળીયા ઉ.વ.૪૫ રહે. હમીરપર દીનેશભાઈ લક્ષ્મણભાઈ રતનપરાની વાડીમાં હોય તે દરમ્યાન કોઈ કારણોસર કપાસમા નાખવાની દવા પી જતા મોહલીબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.