ટંકારાના હળબટીયાળી ગામે સગીરને ત્રણ શખ્સોએ માર માર્યો
ટંકારા: ટંકારા તાલુકાના હળબટીયાળી ગામે સગીરને મોટરસાયકલ ચલાવવા બાબતે ઠપકો આપી ત્રણ શખ્સોએ માર માર્યો હતો તથા સગીરના પીતાને આરોપીઓ ગાળો આપી જાતી પ્રત્યે હડધૂત કર્યા હોવાની ભોગ બનનાર સગીરના પીતાએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપુર (ભુ) ગામે રહેતા નવનીતભાઈ મણિલાલ ચાવડા (ઉ.વ.૪૨) એ આરોપી ગણેશભાઈ ડુંગરભાઈ નમેરા, હસમુખભાઇ નમેરા રહે બંને હળબટીયાળી ગામ તા. ટંકારા તથા આર.જે. મુછાર શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલના પ્રિન્સીપાલ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૯-૨૦૨૩ ના રોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં આરોપી ગણેશભાઈએ ફરીયાદીના દીકરા હિતેષ ઉવ.૧૪ વાળાને મોટર સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપી ગાલના ભાગે જાપટ મારી તથા પગે પાટા મારી મુઢ માર મારી તથા આર.જે.મુછારએ ધમકાવી તથા ગણેશભાઈ તથા આર.જે. મુછારએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી જાતિ પ્રત્ય અપશબ્દ બોલી હડધુત કર્યા હતા. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર નવનીતભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ એટ્રોસીટી કલમ ૩(૧) (R) (S) , ૩ (૨) (૫-એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.