ટંકારાના હડમતીયા ગામે રસ્તા બાબતે બે પક્ષો બાખડીયા; સામસામે નોંધાઈ ફરીયાદ
ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામે રસ્તા બાબતે બે પક્ષો વચ્ચે મારમારી થતા ટંકારા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ યોગેશ્વર સોસાયટીની બાજુમાં ભંભોળીની વાડીમાં રહેતા પ્રકાશભાઇ રમેશભાઈ નકુમ (ઉ.વ.૩૩) એ આરોપી ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા તથા કાંન્તાબેન ભીખાભાઈ સીણોજીયા રહે. બંને હડમતીયા ગામવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ભીખાભાઈ વિરુદ્ધ અગાઉ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી તથા તેના સાથીને જેમફાવે તેમ ગાળો આપી ફરીયાદીને પથ્થર વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા (ઉ.વ.૫૫) એ આરોપી પ્રકાશભાઇ રમેશભાઈ નકુમ રહે. મોરબી તથા મનસુખભાઇ ડાયાભાઇ સીણોજીયા રહે. હડમતીયા ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ રસ્તા બાબતે ટંકારા મામલતદાર કોર્ટમાં અરજી કરેલ હોય જેનો ચુકાદો ફરીયાદિના તરફેણમાં આવતા આરોપીઓને સારૂ નહીં લાગતા આરોપીઓએ ફરીયાદી તથા તેના સાથી સાથે જપાજપી કરી દાતરડા તથા લાકડી વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.