ટંકારાના ઘુનડા (સજનપર) ગામ નજીકથી ઈંગ્લીશ દારૂની 35 બોટલો સાથે એક ઝડપાયો
ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામ પાસે આવેલ ઇડનહીલ સોસાયટી પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૩૫ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામ પાસે આવેલ ઇડનહીલ સોસાયટી પાસે રોડ પરથી આરોપી પ્રકાશ સેનીયાભાઈ સંગાળા (ઉ.વ.૨૪) રહે. મુળ મધ્યપ્રદેશ હાલ રહે.ઘુનડા (સજનપર) ગામની સીમમાં દામજીભાઈ પટેલની વાડીએ તા. ટંકારાવાળાએ એક કાપડના થેલામાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૫ કિં રૂ. ૧૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.