ટંકારાના ગણેશપર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
ટંકારા તાલુકાના ગણશેપર ગામે જમીન કબ્જા બાબતે યુવક અને આરોપીઓ વચ્ચે અગાઉ છએક મહિના પહેલાં બોલાચાલી થયેલ હોય જે અંગે ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ લાકડી તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા અને ખેતી કરતા ધર્મેશભાઇ મુળજીભાઈ ભાગીયા (ઉ.વ.૩૩) એ આરોપી બળવંતભાઇ દેવજીભાઇ દેવડા, ગણેશભાઇ નરશીભાઇ દેવડા, સંદિપભાઇ બળવંતભાઇ દેવડા રહે. ગણેશપર ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની કબ્જા ભોગવટા વાળી જમીન ગણેશપર ગામે આવેલ હોય જે જમીન પર આરોપીઓ કબજો કરવા માગતા હોય જેથી ફરીયાદીને આજથી છએક મહિના પહેલાં બોલાચાલી થઇ હતી બાદમાં ફરીયાદી મોટરસાયકલ લઈને વાડીએ જતા હોય તે દરમ્યાન આરોપી બળવંતભાઈએ આડુ મોટરસાયકલ રાખી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી લાકડી વડે મારમારી ગાળો આપી આરોપીઓ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.