ટંકારા તાલુકાના છત્તર ગામે હાઇવે ઉપર આવેલ વશીલા હોટલ ખુરશી ઉપર બેઠેલ ૫૫ વર્ષીય પ્રૌઢ વિભાભાઇ રામાભઇ ટોળીયા રહે. છત્તર જુના ગામવાળાને અચાનક હાર્ટ એટેક આવતા તેઓને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ લાવતા જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી વિભાભાઈને મૃત જાહેર કર્યા હતા, ત્યારે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
