ટંકારાના બંગાવડી ગામેથી બોગસ તબીબ ઝડપાયો
મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી બોગસ તબીબ પર ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે ટંકારાના બંગાવડી ગામે ભાડાના મકાનમાં દવાખાનું ખોલી એલોપેથીક દવા આપી દર્દીઓની સારવાર કરતા બોગસ તબીબને ટંકારા તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા પોલીસને બાતમી મળેલ કે, “ બંગાવડી ગામે આવેલ ભાડાના મકાનમાં ડો.જે.કે. ભિમાણી દવાખાનામાં પોતાની પાસે એલોપેથી દવા આપવાની કોઇ ડીગ્રી ન હોવા છતાં મેડીકલ પ્રેકટીસ કરી ભોળી જનતાને છેતરી તેઓને એલોપેથી દવા આપે છે- જે મળેલ ખાનગી બાતમીના આધારે તે જગ્યાએ જઇ રેઇડ કરતા એક ઇસમ એલોપેથી દવા આપવાની કોઇજ ડીર્ગી નહી હોવા છતાં લોકોને એલોપેથી દવા આપી મેડીકલ પ્રેકટીસ કરતા તથા માણસોના આરોગ્ય સાથે ચેડા કરતા મળી આવેલ તેમજ તે જગ્યા પરથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશન મળી કુલ દવાઓનો જથ્થો કી.રૂ. ૧,૩૬,૪૮૩/- નો મુદામાલ કબ્જે કરી ઇસમ વિરૂદ્ધ મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦,૩૩ એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે