ટંકારાના નેસડા ગામની સીમમાંથી દશ મોટરના કોપર વાયરની ચોરી
ટંકારા તાલુકાના નેસડા ગામની સીમમાં ગીતા સાગર ડેમમાંથી ખેડૂતોની પીયત માટે નાખેલ દશ જેટલી મોટરના ત્રાંબાના કોપર વાયરની ચોરી કરી લઇ ગયા હોવાનુ જાણવા મળી રહ્યું હાલ ખેડૂતો ફરીયાદ નોંધાવવા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં અવારનવાર મોટરના ત્રાંબાના કોપર વાયરની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ટંકારા તાલુકાના ખાનપર નેસડા ગામની સીમમાં આવેલ ગીતા સાગર ડેમમાં ખેડૂતોએ પીયત માટે નાખેલ દશ જેટલી મોટરના અંદાજે ૩૦૦ થી ૪૦૦ ફુટ ત્રાંબાનો કોપર વાયર કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ ગયા હોવાની માહિતી મળી રહી છે. હાલ આ બનાવ અંગે ફરીયાદ નોંધાવવા માટે ખેડૂતો ટંકારા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.