Wednesday, April 2, 2025

ટંકારામાંથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા ટેલીફોન એક્સચેન્જ પાસે પડતર જીનમા ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા ટેલીફોન એક્સચેન્જ પાસે પડતર જીનમા આરોપી અરશદ ઉર્ફે સદામ લીયાકતભાઈ ઉમરીયા રહે. ટંકારા મઠવાળી શેરી તા. ટંકારાવાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં રૂ. ૭૬૮૦ ના મુદ્દામાલ સાથે આરોપી અરશદ ઉર્ફે સદામ લીયાકતભાઈ ઉમરીયાને ટંકારા પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે પુછતાછ દરમિયાન આરોપી સીરાજ ઉર્ફે ભાણો ઉમરભાઈ જંગરી રહે. મોરબી મૂળ રહે હળવદવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર