ટંકારામાં યુવતીનો પીછો કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
ટંકારા: ટંકારામાં યુવતી કોલેજ તથા સ્કૂલથી પરત ફરતી હોય તે સમયે પીછો કરનાર શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારામાં રહેતી એક યુવતીએ આરોપી દિનેશ નાનજીભાઈ જાદવ રહે. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ફરીયાદી સાથે વાતચીત કરવાના ઈરાદે છેલ્લા એક મહિનાથી ફરીયાદી કોલેજ તથા સ્કૂલથી પરત ફરતા હોય તે સમયે પીછો કરતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.