ટંકારામાં અગાઉની ફરીયાદનો ખાર રાખી વૃદ્ધ પર બે શખ્સોનો જીવલેણ હુમલો
ટંકારા : ટંકારામાં અગાઉ થયેલ ફરીયાદનો ખાર રાખી બે શખ્સોએ પોતાની કાર વડે વૃદ્ધના બાઈકને પાછળથી ઠોકર મારી જીવલેણ હુમલો કરી વૃદ્ધ પર કાર ચડાવી દઈ વૃદ્ધ ખસી જતા ઇજા પહોંચી હોવાની ફરીયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ ટંકારામાં ડેરીનાકા કન્યાશાળા પાછળ રહેતા રાણાભાઇ સંગ્રામભાઈ ટોળીયા (ઉ.વ.૬૦) આરોપી હકાભાઈ મશરૂભાઈ ઝાપડા રહે. ટંકારા તથા એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કૌટુંબીક ભાઇ નાગજીભાઇ ખેંગારભાઇનો દીકરા વિજયને આરોપીની દીકરી સાથે પ્રેમસબંધ હોવાના કારણે અગાઉ ફરીયાદીના ભાઈ નાગજીભાઇએ આરોપી વિરુધ્ધ ફરીયાદ કરેલ હોય અને ફરીયાદી નાગજીભાઇના સમર્થનમા હોય જેથી આરોપીઓએ તેનુ મનદુખ રાખી ઇરાદા પુર્વક પોતાના હવાલાવાળી બ્રેજા કાર રજીસ્ટર નંબર- BR-01-EA-4682 વાળીમા પોતાની સાથે એક અજાણ્યો ઇસમને સાથે રાખી ફરીયાદીના મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-H-5635 વાળાને પાછળથી ઠોકર મારી જીવલેણ હુમલો કરી જમીન પર પાડી દઈ જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદી પર ફોરવ્હીલ કાર ચડાવી દઈ ફરીયાદી ખસી જતા ફરીયાદીને શરીરે નાની મોટી ઇજા કરી આરોપીઓ પોતાની ગાડી લઈ નાશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.