Tuesday, January 7, 2025

ટંકારામાં ફરી એક વખત SMC ત્રાટકી; પિસ્તોલ, કાર્ટીસ અને એરગન સાથે એકની અટકાયત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારામાં ફરી એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી છે જેમાં ટંકારાની ખીજડીયા ચોકડી પાસે રહેણાંક મકાનમાંથી એક પિસ્તોલ, કાર્ટીસ, એરગન સાથે મળી કુલ કિં રૂ. ૪૧,૮૩૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે અને અન્ય ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અગાઉ રેડ કરી ટંકારા તાલુકામાંથી ભેળસેળયુક્ત ઓઈલનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું ત્યારે આજે ફરી સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી ટંકારાની ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા વિસ્તારમાં રહેતા રજાક ઉર્ફે કલ્લુ હસનભાઈ મકવાણાના મકાન અંદરથી ગેરકાયદે રાખવામાં આવેલ એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 25000 રૂપિયા પિસ્તોલ, 150 રૂપિયાનું એક કાર્ટિસ, 1000 રૂપિયાની એક એરગન, રોકડા 10,680 અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 41,830 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રજાક ઉર્ફે કલ્લું હસનભાઈ મકવાણા રહે. ખીજડીયા ચોકડી પાસે મફતિયાપરા ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક દરમિયાન અલ્તાફ રહે. માળિયા મીયાણા વાળાનું નામ સામે આવ્યું છે જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજાક મકવાણા, અલ્તાફ અને અજાણ્યા શખ્સની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને બબાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર