ટંકારામાં શનીવારી બજારમાંથી યુવકનો મોબાઇલ ચોરી થતા ફરીયાદ નોંધાઈ
ટંકારાની લતીપર ચોકડી પાસે શનિવારી બજારમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકનો મોબાઇલ ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા અને ખેતી કરતા કલ્પેશભાઈ શંકરભાઈ કટારા (ઉ.વ.૨૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટંકારાની લતીપર ચોકડી પાસે ભરાતી શનીવારીમાથી ફરીયાદીનો રીયલમી કંપનીનો RMX3933 નામનો મોબાઇલ જેની કિંમત રૂ. ૮,૫૦૦ વાળો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.