ટંકારામાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
ટંકારા: ટંકારા ગામે મોરબીનાકા પાસે દેવીપુજક વાસમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને બાતમી મળેલ જેના આધારે ટંકારા ગામે મોરબી નાકા પાસે દેવીપુજક વાસમાં રેઇડ કરતા જાહેરમાં તીન પર્તીનો રોન પોલીસનો જુગાર રમતા ત્રણ ઈસમો કિરણભાઇ પ્રભાતભાઈ કુંઢીયા ઉ.વ.-૩૦ રહે. ટંકારા, નાથાભાઇ ગોવીદભાઇ કુઢીયા, ઉ.વ. ૪૮, તુલસીભાઈ ગોરધનભાઇ કુઢીયા ઉ.વ.૫૫ રહે. ત્રણેય ટંકારા મોરબી નાકા દે.પુવાસ તા. ટંકારાવાળા ને રોકડા રૂ. ૧૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણેય ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.