ટંકારામાં ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત
ટંકારા: ટંકારાના ઉગમણા નાકા પાસે નદીના સામા કાંઠે ઝુંપડામાં રહેતા બાળકને કોઈ ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારાના અમરાપર રોડ ઉગમણા નાકા પાસે નદીના સામા કાંઠે રહેતા આશીક પ્રકાશભાઇ બારિયા (ઉ.વ.૦૭) પોતાના ઘરે હતા ત્યારે છ વાગ્યાની આસપાસ પોતે જાગતા તેમને ખબર પડતા કાઈ ઝેરી જનાવર કરડી ગયેલ તેવુ જણાતા પ્રાથમિક સારવાર મોરબી સિવિલ હોસ્પિટલમાં લેવડાવી વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લાવતા PICU મા દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન આશીક નામના બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.