ટંકારામાં છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા દશ વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો
ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં છેલ્લા દશ વર્ષથી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠાથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લો સ્કોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકુમાર રામનિવાસ જાટ રહે.ગોવર્ધનપુરા, જ્યોતીકી ઢાણી તા.બુહાના જિ.ઝૂંઝનુ રાજસ્થાન વાળો હાલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર, જેતડા રોડ એ.પી.એમ.સી. નવી માર્કેટીંગ યાર્ડમાં હોવાની બાતમી મળતા જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ બનાવી તપાસ કરતા વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકુમર રામનિવાસ નેતરામ જાજડીયા ઉ.વ.૩૫ રહે.ગોવર્ધન પુરા, જોધીકી ઢાણી તા.બુહાના જિ. ઝૂંનઝુનુ રાજસ્થાન વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી એલ.સી.બી. ખાતે લાવી વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામા B.N.S.S. કલમ- ૩૫(૧),(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનમાં સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.