ટંકારામાં ભાડા કરાર ન કરાવનાર દુકાન માલિક સામે કાર્યવાહી
ટંકારા: રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ઓવર બ્રીજ ઉતરતા ઓમ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ દુકાન નં -૨૦૫ થી ૨૦૯ ગોલ્ડન સ્પાના સંચાલકને ભાડેથી આપી તેનો ભાડા કરાર પોલીસ મથકમાં જમા નહીં કરાવનાર દુકાન માલિક સામે ટંકારા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી જે કાર્યવાહી દરમ્યાન ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા આરોપી નવઘણભાઈ વજાભાઈ ઝાપડાએ પોતાની માલીકીની મોરબી-રાજકોટ હાઇવે રોડ, ટંકારા ઓવર બ્રિજ ઉતરતા ઓમ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ દુકાન નંબર-૨૦૫ થી ૨૦૯ ની ગોલ્ડન સ્પાના સંચાલકને ભાડેથી આપી તેનો ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવી મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ટંકારા પોલીસે કાર્યવાહી કરી જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.