ટંકારામાં આવેલ ગોલ્ડન સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ
ટંકારા: ટંકારાની લતિપર ચોકડી પાસે આવેલ ગોલ્ડન સ્પામાં કામ કરતા કર્મચારીઓ પર પ્રાંતિય મજુરોનુ MORBI ASSURED એપ્સ.મા રજીસ્ટ્રેશન ન કરવાતા ગોલ્ડન સ્પાના સંચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ.
મળતી માહિતી મુજબ ટંકારાની લતીપર ચોકડી નજીક ઓમ કોમ્પલેક્ષ -૩મા બીજા માળ ઉપર આવેલ ગોલ્ડન સ્પાના સંચાલક એવા આરોપી દિલિપભાઈ મગનભાઈ કાંજીયા (ઉ.વ.૩૮) રહે. રાજાવડલા તા. વાંકાનેર વાળાએ પોતાના સ્પામાં કામ કરતા કર્મચારીઓના નામ સરનામાં સહિતની વિગતો પોલીસ સમક્ષ જાહેર ન કરી તથા MORBI ASSURED એપ્સ.મા નોંધણી ન કરાવતા ટંકારા પોલીસે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.