ટંકારામા આધેડને બે શખ્સોએ માર માર્યો
ટંકારા: ટંકારામાં આરોપીની દિકરી સાથે આધેડના દિકરાને સબંધ હોવાની શંકા રાખી બે શખ્સોએ આધેડની રીક્ષા રોકી કાચ તોડી આધેડને લોખંડના પાઇપ વડે મારમાર્યો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા ભરવાડ વાસમાં રહેતા નાગજીભાઈ ખેગારભાઈ ટોળીયા (ઉ.વ.૫૫) એ આરોપી હકાભાઈ મશરૂભાઈ ઝાપડા તથા મુકેશ મશરૂભાઈ ઝાપડા રહે બંને ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૩-૨૦૨૪ ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં આરોપી હકાભાઈની દીકરી સાથે ફરીયાદીના દીકરા વિજયને સબંધ હોવાની શંકા રાખી ફરીયાદી પોતાની રીક્ષા લઇ આવતા હતા દરમ્યાંન બંને આરોપીઓ ફોરવ્હીલમાં આવી ફરીયાદીની રીક્ષા ઉભી રાખાવી રીક્ષાના કાચ તોડી નાખી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી બોલાચાલી ઝપાઝપી ઝધડો કરી લોખંડના પાઇપ વતી ફરીયાદીને માર મારી ફરીયાદીના ડાબા પગે ઢીચણ નીચે તથા જમણા પગે પેનીના ભાગે ફેકચર જેવી ઇજાઓ તથા જમણા હાથે પંજાના ભાગે ઇજા કરી તથા શરીરે મુઢ ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર નાગજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.