Tuesday, March 18, 2025

ટંકારા: ડેમી-2 ડેમના બે દરવાજા 12:45 કલાકે ખોલાશે; નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી -૨ ડેમના બે દરવાજા બપોરે 12:45 કલાકે ખોલાશે જેથી નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકાનાં નસીતપર ગામ પાસે આવેલ ડેમી-ર ડેમ (દરવાજા વાળો ડેમ) સિંચાઈ યોજનામાં સૌની યોજના દ્વારા ઠાલવેલ પાણી ડેમી-ર ડેમની નીચવાસમાં આવેલ ચેકેડમો તેમજ ડેમી-૩ ડેમ ભરવા માટે ડેમનાં દરવાજા તા.૨૨/૧૨/ ૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૪૫ કલાકે બે દરવાજા ત્રણ ફુટ ખોલવામાં આવે છે. તો ડેમની હેઠવાસમાં આવતા ગામો ટંકારા તાલુકાના ગામો- નસીતપર.નાના રામપર અને મોટા રામપર તથા મોરબી તાલુકાના ગામો – ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનું ગામ – માવનુગામ ગામનાં લોકોને નદીનાં પટમાં અવર જવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર