ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી દશ વર્ષની દિકરીનુ અપહરણ
ટંકારા: ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ અજાણ્યો ઈસમ દશ વર્ષની દિકરીનુ અપહરણ કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પિતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી ફરીયાદીની દશ વર્ષની દિકરીનુ કોઈ વ્યક્તિ અપહરણ કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.