Sunday, December 22, 2024

ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કામગીરી હાથ ધરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના‌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના આયુષ્માન આરોગ્ય મંદિર નાના ખીજડીયાના ગામોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તા. ૨૨/૦૪/૨૦૨૪થી નાના ખીજડીયા, મોટા ખીજડીયા, ગામ ખાતે NVBDCP અંતર્ગત હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કામગીરીની શરૂઆત કરવામાં આવી, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેશભાઈ કે પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સુપરવાઇઝર મનસુખભાઈ કે મસોતના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારી જયદીપ એલ ભટ્ટ, તથા અન્ય આરોગ્ય કર્મચારી ઓ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી અંતર્ગત મચ્છરજન્ય રોગચાળાઓ અટકાયત કરવા માટે હાઉસ ટુ હાઉસ એન્ટી લાર્વલ કામગીરી તેમજ કાયમી પાણીના ખાડાઓ, અવાવરુ કૂવાઓ અને જળાશયોમા ગપ્પી માછલીઓ મૂકવામા આવી. જે રોગચાળો ફેલાતો અટકાવવા મદદ કરે છે જે મચ્છરનો ઉપદ્રવ થવા થવા દેતી નથી. તેમજ મચ્છર જન્ય રોગચાળા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર