ટંકારા એસટી બસ સ્ટેન્ડમા ચાલુ ફરજે કર્મચારી છૂ…; વિજલેન્સ સ્કોડ દ્વારા તપાસ શરૂ
ટંકારા બસ સ્ટેન્ડમા પુછપરછ બારીના પોઇન્ટ પરથી એસટી વિભાગનો કર્મચારી પોતાની ચાલુ ફરજ પરથી પલાયન થઈ પુછપરછ બારી રામ ભરોસે છોડી પોતાના અંગત કામ માટે રાજકોટ જતો રહ્યો હોય ત્યારે ટંકારા બસ સ્ટેન્ડમા વિજલેન્સ દ્વારા ચેકીંગ કરતા કર્મચારી ફરજપર ન મળી આવતા કર્મચારી વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટંકારા બસ સ્ટેન્ડ ખાતે પુછપરછ બારી જાણે રામ ભરોસે છોડી દેવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે ટંકારા બસ સ્ટેન્ડમા જ્યાં પોઇન્ટ પર ટીસી ને બેસવાનુ હોય ત્યાં પોઇન્ટ પર ડ્રાઈવરને બેસાડી દેવામાં આવે છે જેને નથી ઓનલાઇન ટીકીટ બુક આવડતું કે નથી તો ઓનલાઇન પાસ કાઢતા આવડતું છતા પણ બેસાડી દેવામાં આવે છે. જ્યારે ટંકારામાં રોજનું ઓનલાઇન ટીકીટ બુકિંગ અંદાજે ૨૦ હજાર જેટલું છે અને પાસ બુકિંગ અલગ તેમ છતા એક જવાબદાર વ્યક્તિને બદલે પોઇન્ટ પર ડ્રાઈવર બેસાડી દેવામાં આવે છે અને તે ડ્રાઈવર પોતાની ચાલુ ફરજ પરથી પોઇન્ટ છોડી બીજે પોતાના અંગત કામો પતાવતા હોય છે.
આવુ ટંકારા બસ સ્ટેન્ડમા અવારનવાર બને છે જેના કારણે મુસાફરોને ટીકીટ મેળવવા માટે પ્રાઈવેટનો સહારો લેવો પડે છે અને નહી તો દૂર મોરબી નવા બસ સ્ટેન્ડે લાંબુ થવુ પડે છે જેમાં મુશાફારોને હાલાકી ભોગવવી પડે છે ત્યારે ગઈકાલે ટંકારા બસ સ્ટેન્ડમા પુછપરછ બારીના પોઇન્ટ પર દિનેશભાઇ બાલસરા નામના ડ્રાઈવરને ફરજપર રાખવામાં આવ્યા હતા જે પોતાની ચાલુ ફરજે બપોરના સમયે રાજકોટ જતા રહ્યા હતા તે વેળાએ વિજલેન્સ સ્કોડ ત્રાટકતા ટંકારા બસ સ્ટેન્ડમા પોઇન્ટ પર ફરજપર રાખવામાં આવેલ કર્મચારી હાજર ન મળી આવતા ફરજ પર બેદરકારી દાખવનાર કર્મચારી દીનેશભાઈ બાલસરા વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તો બીજી તરફ આ પ્રકરણ બહાર ન આવે તે માટે પ્રકરણને અહિ જ દબાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે ફરજપર બેદરકારી દાખવનાર કર્મચારી પર વિજલેન્સ દ્વારા શું પગલા ભરવામાં આવે છે તે જોવું રહ્યું.