જનજન ને જમાડવામાં જેને જપ તપ જેટલો આનંદ આવતો એવા પ્રાણદાસ બાપુની વિદાયથી શાંતિ આશ્રમમાં શોકનો માહોલ અવલ મંજીલ ની યાત્રા માટે સેવક મંડળ દ્વારા બપોરે 1:30 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો.
ટંકારા કોઠારીયા રોડ ઉપર સિતરામાતાની ધાર ના રસ્તે આવેલા શાંતિ આશ્રમ જ્યા પ્રાયચિત હનુમાનજી અને બજરંગદાસ બાપુની મઢુલી આવેલી છે ત્યાંના મહંત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસજી મહારાજ (ઉ .વ.૬૨) આજે તારીખ 18 – 05- 2024 ને શનિવારે વહેલી સવારે શ્રી રામ ચરણ પામ્યા છે. પ્રાણજીવનદાસ બાપુને લોકોને જમાડવાનો અદ્ભુત શોખ હતો એમ કહી તો આજ એમની સેવા પુજા જપ તપ હતું ગુરૂ આજ્ઞા પ્રમાણે જઠરાગ્નિ ઠારવા સેવાના ભેખધારી મોઢેરા આશ્રમથી ભંગેશ્ર્વર તિથવા આવ્યા બાદ ટંકારા શાંતિ આશ્રમના લાલદાસ બાપુની સેવામાં અહી આવ્યા હતા અને આ આશ્રમને રીતસરનો રળીયામણો કરી આજે ફની દુનિયાને અલવિદા કહી જતા રહ્યા હતા. ધુન ભજન કિર્તન સાથે વટેમાર્ગુ ઉપરાંત અબોલ જીવોને સાચવવા ખુબ જહેમત ઉઠાવી હતી. નાના બાળકો અને મજુરો માટે પણ ખુબ કુણી લાગણી વ્યક્ત કરી આશ્રમને અદકેરૂ કરવામાં ખુબ યોગદાન આપ્યું હતું. અવલ્લ મંજીલ માટેની અંતિમવિધિ આશ્રમથી ભક્ત સમુદાય આજે બપોરે 1:30 વાગ્યે આશ્રમ ખાતેજ કરવામાં આવશે જેની સૌ એ નોધ લેવા બાપા સીતારામ સેવા સમિતિએ જણાવ્યું છે.
મોરબી જિલ્લામાં બુટલેગરોને હવે પોલીસની પણ બીક રહી ન હોય તેવું હાલ લાગી રહ્યું છે
હાલના બનાવની વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલ માળિયા (મીં) પોલીસની ટીમ પર અંદાજે ૨૦ જેટલા શખ્સોએ પથ્થરમારો કરતા પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા...
માળીયા તાલુકાના કુંભારીયા ગામે ગણપતભાઈના ગલ્લે આરોપીઓ સિગારેટ પીવા આવેલ હોય અને ગાળો બોલતા હોય જ્યાં યુવકનું ઘરે ગલ્લા પાસે હોવાથી ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ યુવકને ગાળો આપી ગાડીનુ વ્હીલ યુવકના પુત્રના પગ પર ચડાવી ઇજા કરી હતી. તથા અન્ય એક આરોપી ધાર્યું લય આવી પોલીસ ફરીયાદ કરી...
મૂળ ખારચીયા ગામના વતની અને હાલ મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ તા. ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદ્ગતનુ બેસણું તા. ૦૬-૦૩-૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ૮૦૪, ક્રિષ્ના પેલેસ, ધર્મ વિજયનગર કન્યા છાત્રાલય રોડ સરદારનગર...