ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. 10-12 ફેબ્રુઆરીએ બે દિવસની રજા જાહેર કરાઈ
મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ જન્મ જયંતી નિમિત્તે ટંકારા ખાતે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૦-૦૨-૨૦૨૪ (શનિવાર) તથા તા. ૧૨-૦૨-૨૦૨૪ ને (સોમવાર) એમ બે દિવસ રજાઓ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતિ સંદર્ભે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલી.ત્રણ (૩) સ્થાનિક રજાઓ જે તે તાલુકાઓમાં જાહેર કરવાની સતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આપેલ છે જેના આધારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતિ નિમિત્તે ટંકારા ખાતે યોજાનાર કાર્યક્રમ અન્વયે ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તારીખ ૧૦/૦૨/૨૦૨૪ (શનિવાર) અને તારીખ : ૧૨/૦૨/૨૦૨૪ (સોમવાર) એમ બે (૨) સ્થાનિક રજાઓ જાહેર કરવાનો આથી આદેશ કરવામાં આવે છે. ત્રીજી રજા પછીથી જાહેર કરવામા આવશે.