ટંકારા પોલીસને તોડ કરવાનો ચસ્કો લાગ્યો, દારૂની રેડમા કઈક કુંડાળા કર્યા હોવાની ચર્ચા
ટંકારામાં હજી કમફોર્ટ જુગાર રેડમાં તોડકાંડની SMCની તપાસ બાદ ટંકારા પીઆઇ ગોહીલ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ગુનો દાખલ થયો જેની હજી સુકાઈ નહિ ત્યાં ટંકારા પોલીસ વરી પાસા તોડકાંડના છાપે ચડી હોઈ એવી ચર્ચાએ ટંકારા પંથકમાં ચર્ચાએ જોર પકડયું છે.
ગઈ કાલે ટંકારા પોલીસ દ્વારા બંગાવડી ગમે રેડ કરી વિલાયતી દારૂની ૪૬૫ બોટલ દારૂ પકડાયો હતો અને આરોપી ફરાર બતાવ્યો હતો પરંતુ હાલ એવી ચર્ચા એ જોર પકડયું છે કે દારૂ તો ખૂબ મોટી માત્રામાં પકડાયો હતો પરંતુ તેમાંથી અમુક જથ્થો જામનગરની ઠંડી ઉડાડવા જતો રહ્યો હતો કે જતો કરવામાં આવ્યો
જો આ બાબતે SMC ફરી ટંકારા આટો મારી જાય તો ફરી કંઈ નવાજૂની થાય, ટંકારા ના ફાવટ વારા પી એસ આઈ ની હળવદ દેસી દારૂના ભઠ્ઠા ના હપ્તા ઉઘરાવવા બાબતે ની ઓડિયો ક્લિપ વાઇરલ પણ થઈ હતી.
અમે હમણાં જ લખ્યું હતું કે ટંકારા વિસ્તાર માં ધારાસભ્યના નાક નીચે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલમ જે આજે દારૂના જથ્થા એ સાબિત કરી દીધું હતું,લોકોમાં એવી પણ ચર્ચા છે કે ટંકારા પોલીસ પોતે રાજા હોઈ એમ ધારાસભ્યના ફોન પણ નથી ઉપડતી ભલામણ કે સૂચના તો દૂર રહી
હાલ મોરબી પોલીસમાં કાર્યવાહી નો કોઈ જ ડર ના હોઈ એમ પોલીસ તોડકાંડનો એવોર્ડ જીતવાની હરીફાઈમાં હોઈ અને રાજ્યના ગૃરાજ્યમંત્રી SIT બનાવી બે વર્ષે ૪૨૨ માંથી ૧૯ કરોડ પાછા લાવી મોટો મીર માર્યો હોઈ એમ ઉપલબ્ધિનો તાજ પેરી બેઠા છે.
હકીકત માં મોરબી પોલીસ ની કામગીરી જોતા સ્ટેટ મોનીટરીંગ સેલ ના વડા નીલપ્રીત રોય એક SMC ની ઓફીસ મોરબી જ ખોલી દે જેથી તપાસ માટે ધક્કા જ નહિ હાલ ટંકારા દારૂની રેડની તપાસ થશે કે પછી ઘી ના ઠામ માં ઘી પડી જશે.