ટંકારા: પથીક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર કનૈયા ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો
ટંકારાની લતીપર ચોકડી નજીક હરીઓમ કોમ્પલેક્ષ બીજો માળે કનૈયા ગેસ્ટમા પથીક સોફ્ટવેરનો યોગ્ય ઉપયોગ ન કરી કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ કનૈયા ગેસ્ટ હાઉસના સંચાલક સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન તપાસ કરતા ટંકારાની લતીપર ચોકડી નજીક હરીઓમ કોમ્પલેક્ષ બીજો માળે આવેલા આરોપી કનૈયા ગેસ્ટ હાઉસમાં પથીક સોફ્ટવેરનો યોગ્ય ઉપયોગ ન કરી રજીસ્ટરમાં એન્ટ્રી કરેલ પરંતુ પોતાની હોટલમાં આવેલ મુસાફરોની એન્ટ્રી પથીક સોફ્ટવેરમાં કરેલ ન હોય જેથી કનૈયા ગેસ્ટ હાઉસના સંચાલક આરોપી હઠાભાઈ રઘુભાઈ ઝાપડા (ઉ.વ.૩૮) રહે. ટંકારા જીવાપર શેરી તા. ટંકારાવાળાએ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.