ટંકારા: નેકનામ પડધરી રોડ પર આવેલ મીલમા છાતીમાં દુખાવો ઉપડતા જામનગરના યુવકનું મોત
ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ રૈયાણી કોટન જીનીગ મીલના ગ્રાઉન્ડમાં છાતીમાં દુખાવો ઉપડતા જામનગરના યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના બેડગામ રહેતા અને ડ્રાઈવીગનો ધંધો કરતા બસીરભાઈ કાસમભાઈ સુઘરા (ઉ.વ.૪૫) ને ગત તા.૨૯-૦૪ -૨૦૨૪ ના રોજ ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ રૈયાણી કોટન જીનીગ મીલના ગ્રાઉન્ડમાં છાતીમાં દુઃખાવો થતા પડધરી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.