ટંકારા નજીક જબલપુરમાં 108માં જ શ્રમિક સગર્ભાની સફળ ડિલિવરી કરાઇ
ટંકારા તાલુકાના જબલપુર પાટિયા પાસે શ્રમિક સગર્ભાની ૧૦૮ માં સફળ ડિલિવરી કરાવવામાં આવી છે. આ સગર્ભાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. હાલમાં ત્રણેય સુરક્ષિત હોવાનું જાણવા મળતી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા નજીક જબલપુર પાટિયા પાસે બાલાજી સેરેન કંપનીમાં કામ કરતા એક શ્રમિક મહિલા કે જેઓ ૧૧ દિવસ પહેલા જ અત્રે રહેવા આવ્યા હતા. તેણી સગર્ભા હોય અને તેઓને અતિશય દુ:ખાવો ઉપડતા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. જેથી ઈ.એમ.ટી. ફેબિયાબેન કુરેશી અને પાયલોટ કલ્પેશભાઈ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે સમયનો અભાવ હોય આ સગર્ભા માતાની ડિલિવરી ૧૦૮ માં જ કરાવવી પડી હતી. આ સગર્ભા માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. હાલમાં ત્રણેયની તબિયત સારી હોવાનું જણાવાયું છે.