Saturday, February 22, 2025

ટંકારા નવી પાલિકા હેઠળ શહેરના માર્ગોનુ રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરી વિકાસના કામોનો પ્રારંભ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા શહેરના ચાર માર્ગો જેમાં નગરનાકાથી મેઈન બજારનો રોડ હાઈવે થી પટેલ નગરનો રોડ હાઈવે થી એમ.ડી.સોસાયટી રોડ હાઈવે થી લક્ષ્મીનારાયણ સોસાયટી રોડનુ આજે ખાતમુહૂર્ત કરી વિકાસના કામના શ્રી ગણેશ કર્યા હતા.

ટંકારા ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ તમામ લિગલ પ્રકિયા આટોપી નવા વિકાસના કામોને વેગ આપવા માટે સરકાર દ્વારા ખાસ કરીને ટંકારા ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાની આગેવાની હેઠળ વિકાસનો બ્લુપ્રન્ટ નકશો તૈયાર કરી રોડ રસ્તા જાહેર શૌચાલય બગીચા પાણી સંપ પ્લાન્ટ ફાયર બ્રિગેડ સહિતના અન્ય તમામ માળખાકીય સુવિધાઓ માટે માતબર રકમની ગ્રાન્ટ સરકારમાંથી અપાવી આજે ટંકારા શહેરના ચાર માર્ગ જેમાં નગરનાકાથી મેઈન બજારનો રોડ હાઈવેથી પટેલ નગરનો રોડ હાઈવેથી એમ. ડી. સોસાયટી રોડ હાઈવેથી લક્ષ્મીનારાયણ સોસાયટી રોડ આજ રોજ ખાતમુહૂર્ત કરી વિકાસ કામના શ્રી ગણેશ કર્યા હતા આગામી દિવસોમાં વધુ 14 રોડ મંજુર થયા છે જે ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે ઉપરાંત 14 જેટલા જાહેર શૌચાલયના કામો ગણતરીના દિવસોમાં શરૂ કરવા માટે પ્રકિયા ચાલુ છે.

આ કાર્યક્રમમાં ટંકારા ધારાસભ્ય દુલભજી દેથરીયા માર્કેટ યાર્ડના ચેરમેનભવાન ભાગિયા ચિફ ઓફિસર ગિરીશ સરૈયા ઈજીન્યર વિવેક ગઢીયા નાંમકિત અગ્રણી ધર્મેન્દ્ર ત્રિવેદી, કેશુભાઈ રૈયાણી જીલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા ભાજપના અગ્રણી પ્રભુભાઈ કામરીયા દિનેશભાઈ વાધરિયા રશિક દુબરીયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલ તાલુકા પંચાયતના દંડક સલિમભાઈ અબ્રાણી રમેશકુમાર કૈલા સરપંચ એશોએશિયન પ્રમુખ મહેશભાઈ લિખિયા ગણેશભાઈ નમેરા વિરવાવગામના ઉપ સરપંચ ગણેશપર ગામના સરપંચ પ્રતિનિધિ સહિતના નગરજનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર