Tuesday, September 24, 2024

ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ માટે ગુરૂ પૂજન પણ અનન્ય મહિમા ધરાવે છે. ગુરુ પૂજનના આ ઉત્સવને ” ગુરુપૂર્ણિમા ઉત્સવ ” તરીકે ઉજવાય છે.


ગુરુ વંદના કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ સંગઠનમંત્રથી કરવામાં આવ્યો અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા તાલુકાના અધ્યક્ષ ડાયાલાલ બારૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર અને ભારત માતાના ફોટા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
ગુરુ વંદના કાર્યક્રમમાં મુખ્ય વક્તા સતિષભાઈ પટેલ દ્વારા ગુરુનું સ્થાન ગુરુનું મહત્વ આજના સમાજમાં કેવું હોવું જોઈએ તેની સચોટ અને પ્રેરણાદાય માહિતી આપવામાં આવી. સમાજની અંદર ગુરુઓનું વંદન અને પૂજન કેમ કરવામાં આવે છે અને હિન્દુ સંસ્કૃતિમાં ગુરુઓનો શું મહિમા હતો અને હાલના સમય માં શું મહિમા છે. તેનો ભેદ સમજાવ્યો. બાળકની સૌપ્રથમ ગુરુ તેની માતા હોય છે અને સમાજની અંદર બાળકનો સંપૂર્ણ વિકાસ જેવો કે આધ્યાત્મિક, સામાજિક, વૈચારિક જેવા ગુણોનું સિંચન ફક્ત અને ફક્ત તેના ગુરુ જ કરી શકે છે તેથી જ બાળકનો બીજો ગુરુ કેહવામાં આવે છે તેના વિશે માહિતી આપવામાં આવી. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચનને અનુરૂપ રમણિકભાઈ વડાવીયા સિનિયર ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ટંકારા દ્વારા પ્રથમ ગુરુ પરમ પિતા પરમેશ્વર છે જેને આપણને વેદો દ્વારા જ્ઞાન આપ્યું અને મનુષ્ય જીવન કેમ જીવવું તેનું જ્ઞાન આ વેદો થકી મળે છે તેના વિશે ખૂબ સારી છણાવટ કરી અને ગુરુ એ ફક્ત બાળકોને સંસ્કાર જ નહીં પરંતુ રાષ્ટ્ર ભક્તિ ,ધર્મ ભક્તિ, પિતૃભક્તિના ગુણોનો પણ સિંચન થાય તે જરૂરી છે તેના માટે શિક્ષકોને પણ ટકોર કરી કે શિક્ષકોએ સૌપ્રથમ પોતાની ભૂમિકા સમજવી જરૂરી છે ત્યારબાદ ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું. અને હિન્દુ ધર્મમાં ગુરુ વિશેની વ્યાખ્યા શું છે? એના વિશે વિસ્તૃત સમજ આપી હતી.અંતમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરુકુળ ના આચાર્ય રામદેવજી શાસ્ત્રી દ્વારા આશીર્વાદરૂપ પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું ગુરુ નું કાર્ય શું ગુરુ વર્ગમાં શીખવે તેના કરતાં વધુ આચરણથી શીખવી જાય છે તે પણ સમજાવ્યું અને ગુરુ નીર વ્યસની હોવો જરૂરી છે તેમ પણ કહ્યું કાર્યક્રમને અંતમાં ગાયત્રી મંત્રના પાઠ બાદ થી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર