ટંકારા-મોરબી રોડ પર યુવકને ચાર શખ્સોએ માર માર્યો
ટંકારા: મોરબીમાં રહેતા યુવકે આરોપીઓ પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય જે તાત્કાલિક પાછા માગતા યુવકે થોડો ટાઈમ આપવાનું કહેતા ટંકારા મોરબી રોડ પર ભારત પેટ્રોલિયમ નજીક યુવકને ગાળો આપી ફડાકા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉન શીપ, એ-૩૦૩ માં રહેતા જતીનભાઈ મનસુખભાઇ દેસાઈ (ઉ.વ.૩૧) એ આરોપી ઇન્દ્રજીતસિંહ જાડેજા, દિવ્યેશભાઈ પટેલ, અજયસિંહ ઝાલા તથા એક અજાણ્યા માણસ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદિએ આરોપી ઇન્દ્રાજીતસિંહ પાસેથી હાથ ઉછીના રૂપીયા સાડા ચાર લાખ લીધેલ હોય જે આરોપી ઇન્દ્રાજીતસિંહ એ તાત્કાલીક માંગતા હોય જે બાબતે ફરીયાદિએ થોડો સમય આપવાનુ કહેતા આરોપી ઇન્દ્રાજીતસિંહને સારૂ નહિ લાગતા ચારે આરોપીઓ આઇ-૨૦ ગાડી રજીસ્ટર નં- GJ-36-R-4 તથા સ્વીફટ ગાડી રજીસ્ટર નં- GJ-36-R-100 મા આવી ફરીયાદી તથા સાહેદને જેમફાવેતેમ ગાળો આપી આરોપી ઇન્દ્રાજીતસિંહએ ફરીયાદિને બે-ત્રણ ફડાકા મારી આપેલ રૂપીયા પાછા આપી દે જે નહિતર તને જાનથી મારી નાખીશુની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર જતીનભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.