ટંકારા: મીતાણા ચોકડી નજીક MEGA VINYLS LLP કંપનીના ઓઈલ પંપમા લાગી આગ
ટંકારામાં ફાયર સ્ટેશન ની કોઈ સુવિધા ઉલબ્ધ નથી કોઈ મોટી દુર્ધટના થશે તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાવા જેવી સ્થિતિ વચ્ચે ટંકારા નજીક આગની ઘટના
ટંકારા: ટંકારાના મીતાણા ચોકડી પાસે વાંકાનેર વાલાસણ રોડ પર આવેલ MEGA VINYLS LLP કંપનીના ઓઈલ પંપમા આગ લાગી હતી. આ ઘટના અંગે તાત્કાલિક મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કંપનીના ઓઈલ પંપમા લાગેલી આગ પર પાણી સાથે ફોર્મ (કેમીકલ) મિક્સ કરી આગ પર કાબુ મેળવી વાલ બંધ કરેલ તેમજ કુલિંગ કરેલ વધારાના ઓઈલ ટેન્કને ફાયર વિભાગ બચાવી લીધલ. ફાયર વિભાગની સુઝબુઝને કારણે જાનહાનિ ટળી હતી.