ટંકારાના મીતાણા ગામેથી બલેનો કાર તથા રોકડ રૂપિયા 25 હજારની ચોરી
રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં શ્રી યદુનંદન પેટ્રોલપંપની ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકની બલેનો કાર તથા રોકડ રૂપિયા 25 હજાર તથા અગત્યના ડોક્યુમેન્ટ વાળો બેગ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના જોડિયા ગામના વતની અને હાલ રાજકોટ બેડી ગામ માર્કેટ યાર્ડ સામે ઇન્દ્રપ્રસ્થ -૦૬ સોસાયટી બ્લોક નં -૦૭ માં રહેતા અંબરીષકુમાર હેમરાજભાઈ ભીમાણી (ઉ.વ્.૩૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની માલીકીની મારૂતી સૂઝુકી કંપની ગ્રે કલરની બલેનો ફોરવીલ કાર જેના રજીસ્ટર નં- GJ-36-AF-7261 છે જેની કિ. રૂ-૬,૦૦,૦૦૦/-તથા રોકડા રૂપિયા ૨૫,૦૦૦/- તથા અગત્યના ડોકયુમેન્ટ વાળો થેલો સહિત પેટ્રોલપંપની ખુલ્લા પાર્કીગમાથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.