ટંકારા લતીપર ચોકડીએ થયેલ અકસ્માતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ
ટંકારા નગરનાકા પાસે લતીપર ચોકડીના ઓવર બ્રીજના છેડે બ્રીજ ઉતરતા ટ્રક ચાલકે બ્રેક મારતા સ્વીફ્ટ કાર ટ્રક પાછળ ઘુસી ગય હતી તેમજ પાછળથી આવતા ટ્રકે કારને ઠોકર મારતા બંને ટ્રક વચ્ચે કાર દબાવી દેતા કારમા બેસેલ યુવક તથા સાહેદને ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટ ગાયકવાડી શેરી નં -૨ ગંજાનંદ એપાર્ટમેન્ટ સામે બંધ શેરીમાં અંબા કૃપા મકાનમાં રહેતા હિતેશભાઈ પ્રકાશભાઈ ગેરા (ઉ.વ.૩૦) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર- જીજે-૧૨ -એટી-૯૦૭૮ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ તેના હવાલા વાળી સ્વીફટ કાર રજીસ્ટર નં- GJ-03-NK-3762 વાળી લઇને માતાના મઢ દર્શન કરવા જતા હોય તે દરમ્યાન ટંકારાના ઓવર બ્રીઝ ઉતરતા આગળ જતી ટ્રકના ચાલકે બ્રેક મારતા પાછળથી આવતા બીજા ટ્રક રજીસ્ટર નં- GJ-12-AT-9078 ના ચાલકે પોતાનો હવાલા વાળો ટ્રક પુરજડપે અને બેફીકરાયથી ચલાવી ફરીની સ્વીફ્ટ કારને પાછળથી ઠોકર મારી બન્ને ટ્રક વચ્ચે દબાવી દઇ ફરીયાદી તથા સાહેદને શરીરે નાની મોટી તથા ફેકચર જેવી ઇજાઓ કરી ટ્રક ચાલક પોતાના હવાલા વાળો ટ્રક મુકી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.