ટંકારા: લજાઈ ચોકડી પાસે ગોડાઉનમાં જુગાર રમતા છ ઝડપાયાં
ટંકારા તાલુકાના લજાઇ ચોકડી વિશ્વા પોલીપેક સામે નામ વગરના કારખાના (ગોડાઉન)માં જુગાર રમતા ૦૬ ઇસમોને રોકડા રૂપીયા-૧,૬૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી. રૂ. ૬,૯૩,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, નરેશભાઇ ઇશ્ર્વરભાઇ પટેલ રહે. મોરબી રામકો બંગ્લોઝ પાછળ વાળાએ લજાઇ ગામની સીમ લજાઇ ચોકડી પાસે આવેલ વિશ્વા પોલીપેક નામના કારખાના સામે નામ વગરનું કારખાનુ (ગોડાઉન) ભાડેથી રાખી તે ગોડાઉન (કારખાનામાં) બહારથી માણસો બોલાવી તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો નરેશભાઇ ઇશ્ર્વરભાઇ ચાપાણી (ઉ.વ. ૪૪) રહે. મોરબી લીલાપર રોડ, ગજાનંદ સોસાયટી, ધનજીભાઈ ગોરધનભાઈ બરાસરા (ઉ.વ. ૬૯) રહે. મોરબી એસ.પી. રોડ, દેવ એપાર્ટમેન્ટ ફફ્લેટ, પ્રભુભાઇ નરભેરામભાઈ દેત્રોજા (ઉ.વ.૬ર) રહે. મોરબી એસ.પી. રોડ, આદીત્ય એપાર્ટમેન્ટ, મહાદેવભાઇ નરશીભાઇ રંગપરીયા (ઉ.વ.૬૦) રહે. ઘુનડા (સજનપર) તા.ટંકારા, વાઘજીભાઇ બચુભાઇ રંગપરીયા (ઉ.વ. ૫૧) રહે. નવાગામ (લખધીરનગર) તા.જી.મોરબી, અમૃતભાઈ પીતામ્બરભાઇ જીવાણી (ઉ.વ. ૬૨) રહે. મોરબી બાયપાસ શીવ ધારા એપાર્ટમેન્ટ તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૧,૬૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ. ૩૦,૦૦૦/- તથા કાર કી.રૂ.૫,૦૦,૦૦/- મળી કુલ કી.રૂ. ૬,૯૩,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
