ટંકારા ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ઔદ્યોગિક સેમીનાર યોજાયો
ટંકારા: ભારતીય જનતા પાર્ટી ઈલેકશન મોડમાં જોવા મળી રહી છે અને રાજકોટ લોકસભા વિસ્તારમાં ઔદ્યોગિક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી રાજકોટ હાઈવે પરની ખાનગી હોટેલમાં આયોજિત ઓદ્યોગિક સેમીનારમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી પધાર્યા હતા.
જે સેમિનારમાં નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જીલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, સાંસદ કેસરીદેવસિંહ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મીડિયા સાથેની વાતચીતમાં દિયા કુમાંરીજીએ જણાવ્યું હતું કે લોકસભા ચુંટણીને પગલે પક્ષ દ્વારા તેમને પોરબંદર, જામનગર અને રાજકોટ લોકસભા ક્ષેત્રની જવાબદારી સોપવામાં આવી છે ત્યારે તેઓ પ્રવાસ કરી રહ્યા છે જે મત ક્ષેત્રમાં તેઓ કાર્યકર્તા, સંગઠન આગેવાનો અને રાજસ્થાનના વિસ્થાપિતો સાથે મુલાકાત કરી રહ્યા છે.
આજે તેઓએ ઓદ્યોગિક ક્ષેત્રના વેપારીઓ સાથે મુલાકાત કરી હતી અને વાતચીત કરી હતી ઉદ્યોગના પ્રશ્નો સાંભળ્યા હતા અને જરૂરી માહિતી મેળવી હતી ગુજરાત રાજસ્થાનનું પાડોશી રાજ્ય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો દેશવાસીઓ ને ૧૦ વર્ષથી લાભ મળી રહ્યો છે તો ગુજરાતીઓ તો ભાગ્યશાળી છે જેને નરેન્દ્રભાઈ મોદીના શાસનનો લાંબો સમય સુધી લાભ મળ્યો તેમ જણાવ્યું હતું.