મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલ રેજોન્સ પેપર મીલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલ રેજોન્સ પેપર મીલ કારખાનામા રહેતા અને મુળ મધ્યપ્રદેશના વતની દેવપુરી બસંતપુરી ગોસ્વામી (ઉ.વ. ૧૯) નામના યુવાને ગત તા.૨૦-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલ રેજોન્સ પેપર મીલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈપણ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા મોરબી જિલ્લાના તમામ અધિકારી તથા કર્મચારીઓમાં કામ કરવાની /કરાવવામાં પરસ્પર સ્વસ્થ પ્રતિસ્પર્ધાનો ભાવ ઉત્પન્ન થાય અને પોલીસ વિભાગને લગતી તથા અન્ય સામાજીક પ્રવૃતિઓની કામગીરી કરવામાં ઉત્સાહપૂર્વક અને પ્રેરણાદાયક રીતે ઉમદા કામગીરી કરવા ઉત્સુકતા વધે તેવા હેતુથી માસ દરમ્યાન ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે...