Saturday, January 11, 2025

ટંકારા પોલીસે ૧૯૨ બોટલ દારૂ ભરેલી ઇકો કાર ઝડપી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તરફથી ઇકો કાર ઈંગ્લીશ દારૂ ભરીને નીકળી હોય અને ટંકારા તરફ પહોંચતા ટંકારા પોલીસ ટીમે ઇકો કારને ઝડપી લીધી હતી અને કારમાં રહેલ ૧૯૨ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો અને કાર સહીત ૩.૫૭ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તરફથી ઇક્કો ગાડી ઈંગ્લીશ દારૂ ભરીને ટંકારા તરફ આવતી હોવાની બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી અને ઇકો કાર જીજે ૧૦ ડીઈ ૯૭૩૦ ને આંતરી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૯૨ બોટલ કીમત રૂ ૫૭,૬૦૦ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂ અને કાર સહીત કુલ રૂ ૩,૫૭,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી મનદીપસિંહ કનકસિંહ જાડેજા (ઉ.વ.૨૭) રહે જામનગર એસ.આર સ્કૂલ બાજુમાં કેદાર પાર્ક વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર